‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘ટીબી મુક્ત ભારત’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો ૪૦ જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.
ધી. મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ના સભાસદ ભોગીલાલ દેવજીભાઈ ચારોલા સભાસદે મોરબી જિલ્લા રજીસ્ટાર રજૂઆત કરી આગામી ચુંટણી લઈને કેટલીક માહિતી આપવા માંગ કરી છે અને માંગણી બાબતે યોગ્ય પ્રત્યુતર રજુઆત કરી છે.
જેમાં (૧) ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ની આગામી ચુંટણી કેટલા...
સેવા સહકાર અને સહયોગ ને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સતર સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક કોર્ષ પુરો થતા તેઓને રોજગારી મળી રહે અને સમાજમાં ઉંચુ સ્થાન મેળવે તેવી લાગણી સાથે કેન્દ્ર સંચાલિકા ક્રિષ્નાબાના માતુશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરી લાયન્સ કલબના...