Thursday, May 9, 2024

બાળકો પર પડનારી માનસિક અસર અંગે UNICEF એ સમગ્ર વિશ્વને ચેતવણી આપતા કહી આ મહત્વની વાત.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે દક્ષિણ એશિયાના દેશોમાં વધતા કોરોના સંક્ર્મણની અસર અહીં રહેતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે. અહીં પહેલી વાર આવી સ્થિતિ દેખાઈ રહી છે. યુનિસેફે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન આ દેશોની આરોગ્ય સેવાઓ પર પણ ભારે બોજ પડ્યો છે. જો આ દેશોને સમયસર મદદ કરવામાં નહીં આવે તો તે પડી ભાંગશે. સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા દરમિયાન ઘણા બાળકોએ તેમના માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. મોટી સંખ્યામાં બાળકો અનાથ થયા છે. બાળકો સાથે હોસ્પિટલોની બહાર પહોંચેલા પરિવારના સભ્યો સારવારની રાહ જોઈ રહ્યા છે. મીડિયામાં આવી તસવીરોની અસર બાળકો પર પડી રહી છે.આ તેમના માનસિક સ્વાસ્થ્યને સીધી અસર કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં બાળકોની કુલ વસ્તીનો એક ચતુર્થાંશ ભાગ માત્ર આ જ દેશોમાં છે. દક્ષિણ એશિયાના દેશોની વસ્તી લગભગ 2 અબજ છે. બીજી તરફ, વિશ્વભરમાં કોરોના સંક્ર્મણના કેસમાંથી અડધા કેસ એકલા અહીંથી જ આવી રહ્યા છે. કાઠમંડુમાં યુનિસેફના દક્ષિણ એશિયાના પ્રાદેશિક નિયામક જ્યોર્જ લારેયા અડજેઈએ જણાવ્યું હતું કે નોંધાયેલા કેસોની સંખ્યા આ દેશોની આરોગ્ય સેવાઓ કરતાં ઘણી વધારે છે. તેમણે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દર્દીઓના પરિવારના સભ્યો આ સિલિન્ડરોની વ્યવસ્થા કરવા અને તેમને જાતે હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ડોકટરો અને અન્ય સ્ટાફ હોસ્પિટલોમાં કલાકો સુધી સેવા આપી રહ્યા છે, તેમના પર પણ એટલું દબાણ છે કે તેઓ દરેક દર્દી પર સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી.

તેમના મતે નેપાળમાં કોવિડ ટેસ્ટનો પોઝિટિવિટી રેટ 47 ટકા થઈ ગયો છે. શ્રીલંકામાં કોરોના સંક્ર્મણનો વ્યાપ પણ વધી રહ્યો છે અને દરરોજ આવતા નવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે જ મોતની સંખ્યા પણ વધી રહી છે. એ જ રીતે માલદીવમાં પણ આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ છે. અહીંના દર્દીઓને ધ્યાનમાં રાખીને સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કર્યો છે. યુનિસેફે ચેતવણી આપી છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભૂતાનમાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

યુનિસેફનું કહેવું છે કે કોરોના રોગચાળાની પ્રથમ લહેરમાં દક્ષિણ એશિયાના 2,00,000થી વધુ બાળકો અને 11,000થી વધુ માતાઓએ આવશ્યક આરોગ્ય સેવાઓમાં મુસિબતોનો સામનો કરવો પડ્યો છે. બીજી લહેર પહેલા કરતા ચાર ગણી વધુ ગંભીર છે. યુનિસેફે બાળક અને માતાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. યુનિસેફ વતી જ્યોર્જ લારેયાએ જણાવ્યું હતું કે, સંસ્થા કોરોના અસરગ્રસ્ત દેશોમાં જીવન રક્ષક ઉપકરણો મોકલવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થાની પ્રાથમિકતા લોકોનો જીવ બચાવવાની છે. તેમણે જીવન રક્ષક ઉપકરણોનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ૧૬૦ મિલિયન ડોલરની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ રકમ જીવન બચાવશે અને આગામી કોરોનાની લહેરનો સામનો કરવા માટે અસરગ્રસ્ત દેશોની આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવશે. ડબ્લ્યુએચઓની જેમ યુનિસેફે પણ ચિંતા વ્યક્ત કરી છે કે કેટલાક દેશો તેમની સમગ્ર વસ્તીને રસી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એવા ઘણા દેશો છે જ્યાં રસીનો એક પણ ડોઝ પહોંચ્યો નથી. તેમણે તમામ દેશોને અપીલ કરી હતી કે તેઓ અન્ય લોકોનો જીવ બચાવવા માટે રસીના વધારાના ડોઝ દાન કરે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર