Saturday, July 27, 2024

મોરબી : ઇંડાની લારીએ જમતા મિત્રો વચ્ચે બોલાચાલી બાદ જાતી પ્રત્યે હડધૂત કરી યુવાન પર ત્રણ શખ્સો છરી વડે તુટી પડ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મિત્રો વચ્ચે થયેલ બોલાચાલીના સમાધાન દરમ્યાન ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો, કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરના નજરબાગ નજીક ઇંડાની લારીએ જમતા જમતા મિત્રો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હોય, જે બાબતના સમાધાન દરમ્યાન બહારથી આવેલા ત્રણ શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી બેફામ માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે બનાવમાં અન્ય બે શખ્સોએ બનાવની પોલીસ ફરિયાદ કરવાની ના પાડી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ગૌતમભાઈ મુળજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૫, રહે. બૌધ્ધનગર સોસાયટી, મોરબી-૨)એ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ૧). ધવલભાઈ દિપકભાઈ પરમાર, ૨). ઇરફાન મુસ્લિમ, ૩). રોહીત ઉર્ફે ટકો પ્રજાપતિ, ૪). ધ્રુવ દામજીભાઈ મકવાણા અને ૫). એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૯ના રાત્રીના દશેક વાગ્યે ફરિયાદી તેના મિત્રો પ્રકાશભાઇ, ૨વિભાઇ તથા ધ્રુવભાઇ સાથે નઝરબાગ પાસે ઇંડાની લારીએ જમવા ગયેલ હોય ત્યારે ત્યાં જમતા આરોપી ધવલભાઇ દિપકભાઇ પરમાર તથા ધ્રુવ મકવાણા વચ્ચે ઝઘડો થતાં બાદમાં જુના શોભેશ્વર રોડ ઉપર
મૈત્રી ચાની હોટલે ઝઘડાનું સમાધાન કરતાં હોય ત્યારે આરોપી ધવલ પરમારે ફોન કરી અન્ય આરોપી ઇરફાન, રોહીત અને એક અજાણ્યા માણસને બોલાવતા, આ ત્રણેય શખ્સોએ ફરિયાદીને જાતી પ્રત્યે હડધૂત કરી, છરી વડે હુમલો કરી જમણા પગના સાથળમાં પાછળના ભાગે તથા ડાબા પગમા ઢીંચણમા તથા પગની પિંડીમા માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આરોપી ધ્રુવ દામજીભાઇ મકવાણાએ ફરિયાદ કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમાં પોલીસે પાંચેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એન્ટ્રોસીટી એક્ટ ૩(૧)(r), ૩(૧)(s),૩(૨)(va) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર