Thursday, April 25, 2024

ટાઇગર 3 : પૂજામાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મીએ ભાગ લીધો, શૂટિંગ 8 માર્ચથી શરૂ થશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

‘ટાઇગર 3’ ના શૂટિંગ માટે આયોજીત પૂજામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મીએ ભાગ લીધો છે.આ ફિલ્મનું શુટિંગ 8 માર્ચથી શરૂ થશે, સલમાન ખાન,કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઇગર 3’નું શૂટિંગ કરશે. આ ફિલ્મનું શૂટિંગ 8 માર્ચથી મુંબઇમાં થશે.ફિલ્મ ‘ટાઇગર 3’ ના તમામ મુખ્ય કલાકારોએ યશ રાજ સ્ટુડિયોમાં યોજાયેલી પૂજામાં ભાગ લીધો હતો.આ પૂજા દરેક ફિલ્મના શૂટિંગની શરૂઆત પહેલા કરવામાં આવે છે.આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ તેમની પહેલી આટલી મોટી ફિલ્મ હશે.

આ અંગેની વિગતો આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સલમાન ખાન,શાહરૂખ ખાન સાથેની ફિલ્મ પઠાણ’ના શૂટિંગ માટે યશરાજ ફિલ્મ સ્ટુડિયો આવ્યો હતો. યશ રાજ સૌથી મોટી જાસૂસ ફિલ્મ બનાવનાર છે ત્યારે સલમાન ખાન અને શાહરૂખ ખાન એકબીજાની ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હવે સલમાન સ્ટુડિયો પર આવી રહ્યો છે ત્યારે ‘ટાઇગર 3’ ની ટીમે તે જ દિવસે પૂજા ગોઠવી હતી અને તેઓએ કેટરિના કૈફ, મનીષ શર્મા અને ઈમરાન હાશ્મીને પણ પૂજા માટે આમંત્રણ આપ્યું હતું. ‘

સલમાન ખાન એક ફિલ્મ અભિનેતા છે તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેની ફિલ્મો દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.તાજેતરમાં જ તે બિગ બોસ 14ના હોસ્ટ તરીકે જોવા મળ્યા હતા.સલમાન ખાને બોગબ બોસ પછી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં વિશેષ ભૂમિકા નિભાવી છે. સલમાન ખાન હવે ટાઇગર 3 ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.આ ફિલ્મના પહેલા બે ભાગમાં સલમાન ખાન લીડ રોલના દેખાયા હતા.બંને ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.સલમાન ખાન આજકાલ વધારે એક્શનથી ભરપૂર ફિલ્મો કરી રહ્યો છે.સલમાન ખાનની એક્શન દરેક વ્યક્તિને તે ગમે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર