Sunday, September 8, 2024

ટંકરાના મિતાણા ગામે મકાન ખાલી કરાવવા બાબતે મકાન માલિક પર હુમલો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારામાં મકાન ખાલી કરવા મુદ્દે મકાન માલિક ઉપર ભાડુઆત સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મકાન માલિકે ચાર શખ્સો સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામે આવેલ સંધીવાસમાં રહેતા અને વેપાર કરતા રહેમતુલ્લા ઉર્ફે રફીકભાઈ અબ્દુલભાઈ ઠેબા (ઉ.વ. 32)એ આરોપીઓ એકબરભાઈ સુમારભાઈ ઠેબા, રજાકભાઈ ગુલાબભાઈ મોતીયાર, બસીરભાઈ સુમારભાઈ ઠેબા તથા રજાકભાઈ ગુલાબભાઈ મોતીયારના કાકા મુન્નાભાઈ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે

ગત તા. 5ના રોજ મીતાણા ચોકડીથી આગળ પાણીના સંપ પાસે બનેલા આ બનાવમાં ફરિયાદીએ એક આરોપીને પાંચ મહિના અગાઉ પોતાનું મકાન રહેવા માટે આપ્યું હતું. આ મકાન તેઓએ ખાલી કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તેમજ લોખંડના પાઇપથી માર મારી અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર