Saturday, April 27, 2024

તૌક્તે સંકટ : જાણો વાવાઝોડાને લઈ ગુજરાતનાં ક્યાં જીલ્લામાં કેવી કામગીરી કરાઇ રહી છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અંગે અપાયેલ ચેતવણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. બે NDRF ની ટીમ એક SDRF ની ટીમ તૈનાત કરાઈ છે ત્યારે દ્વારકાના રૂપણ બંદર પર દ્વારકા પ્રાંત અધિકારી , ડીવાય એસપી સહિતના રેવન્યુ અને પોલીસ જવાનો અને અન્ય કર્મીઓ દ્વારા સેલ્ટર હોમમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે રૂપણ બંદરના મોટાભાગના લોકોને સમજાવી સલામતીના ભાગ રૂપે સેલ્ટર હોમમાં લઇ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દ્વારકા એસટી વિભાગ દ્વારા પાંચ જેટલી બસ મુકવામાં આવી છે. સાથે જ દ્વારકાના NDH હાઈસ્કૂલમાં રાખવામાં આવી રહ્યા છે અને હજુ પણ મોટા ભાગના લોકોનું સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે અને દરિયાકિનારે નજીકમાં રહેતા અને કાચા મકાન ઝૂંપડા માં રહેતા વધુમાં વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને સેલ્ટર હોમ ખાતે ફૂડ પેકેટ અને પાણી સહિતની સુવિધા ઉભી કરી દેવાઈ છે.

ગીર સોમનાથ જીલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારોમા તંત્ર દ્વારા વાવાઝોડાના સંકટને ધ્યાને રાખી સુત્રાપાડા મામલતદાર,ટી.ડી.ઓ.સુત્રાપાડા અને સુત્રાપાડા પી.એસ.આઈ.એ પોતપોતાની ટીમોને સાથે રાખી દરિયાઈ પટ્ટીમાં આવતા ધામળેજ,કદવાર,વડોદરા, જાલા આ વગેરે ગામોમાં દરિયા કિનારે વસવાટ કરનાર મચ્છીયારાઓને ત્યાંના આગેવાનોને સાથે રાખી ૧૦૦૪ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાઓએ રહેવાની વ્યવસ્થા કરાવેલ.વડોદરા જાલા ગામમાં વસવાટ કરતાં મચ્છીયારાઓને વડોદરા ખાતે આવેલ સાઈક્લોન સેન્ટર ખાતે તેમજ ધામળેજ ગામે પ્રાથમિક શાળાઓમાં આવા લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી.જ્યારે કદવાર ગામે પણ આવા લોકોને રહેવા માટે પ્રાથમિક શાળાઓ માં વ્યવસ્થા કરવામાં આવી.જ્યારે આ લોકો માટે જમવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દરિયા નજીક વસવાટ કરતાં અને જે લોકો કાચા મકાનો ધરાવે છે એવા લોકોની સ્થળાંતરની કામગીરી ચાલુ કરેલી છે॰

લખતર નગર અને તાલુકામાં અરબી સમુદ્રમાં દર વર્ષે મેં જૂન મહિનામાં લો પ્રેસર ઉતપન્ન થાય છે અને તેના લીધે વાવાઝોડાનું નિર્માણ થાય છે ત્યારે હાલ તૌકતે નામનું વાવાઝોડું કાર્યરત થઈ ગયું છે અને તેની અસરના ભાગ રૂપે તાલુકા મથક લખતર સહિત તાલુકાના 42 ગામમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો ક્યાંક વરસાદ થયો હતો. ત્યારે લખતરમાં પવન ફૂંકાયાની સાથે લખતર ઝમર રોડ પર વરખડીનું ઝાડ રોડ પર જમીનદોસ્ત થયું હતું સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી લખતર મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમને ઝાડ પડી ગયાની જાણ થતા કન્ટ્રોલરૂમમાં કાર્યરત કનકસિંહ ઝાલાએ તાત્કાલિક ધોરણે ટ્રાફિકને અડચણ રૂપ ઝાડ જે.સી.બી મારફતે હટાવવામાં આવ્યું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર