Sunday, September 8, 2024

યુનિટેક કેસ: મુંબઇમાં શિવાલિક ગ્રૂપના એક ડઝનથી વધુ સ્થળો પર EDની શોધ.જાણો શું છે સમગ્ર મામલો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ યુનિટેક ડેવલપર્સના સંબંધમાં મુંબઇના શિવાલિક ગ્રુપના લગભગ ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. નોંધનીય છે કે યુનિટેકના પ્રમોટરો પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ ખરીદદારોના કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રા આ કેસમાં લગભગ ત્રણ વર્ષ જેલમાં રહયા અને હવે તે જામીન પર છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે યુનિટેકનું નવું બોર્ડ બનાવ્યું છે અને તેને યુનિટેકનું કામ સોંપ્યું છે અને તેના અધ્યક્ષ તરીકે નિરંજન હિરાનંદાનીની નિમણૂક કરવામાં આવી છે. ફોરેન્સિક ઓડિટર દ્વારા યુનિટેક લિમિટેડ વિશે રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે 2006 થી 2014 દરમિયાન 29,800 ઘર ખરીદનારાઓ પાસે લગભગ 14,270 કરોડ રૂપિયા અને છ નાણાકીય સંસ્થાઓ પાસેથી આશરે 1,805 કરોડ રૂપિયા છે. આ રકમમાંથી 5,800 કરોડ રૂપિયાથી વધુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, 2007 થી 2010 ના વર્ષો દરમિયાન, કંપની દ્વારા કરચોરી કરનારા દેશોમાં મોટુ રોકાણ કરવામાં આવ્યુ છે તેવી માહિતી મળી છે. આ પછી સુપ્રીમ કોર્ટે યુનિટેક લિમિટેડના પ્રમોટરો સામે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધીને તપાસના આદેશ આપ્યા હતા. ગયા મહિને જ સુપ્રીમ કોર્ટે એક મામલામાં યૂનિટેકને રાહત આપતા તેલંગાણા રાજ્ય ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (ટીએસઆઈસી) ને આદેશ આપ્યો હતો કે કે તેણે યુનિટેકને 165 રૂપિયા ચૂકવવા જોઈએ. TSIIC એ કરાર અનુસાર,રંગારેડ્ડી જિલ્લામાં એકીકૃત ટાઉનશીપ વિકસાવવા માટે યુનિટેકને રૂ. 350 કરોડ ચૂકવ્યા છે. કેન્દ્ર સરકારે દેવામાં ડૂબેલી કંપની યુનિટેક લિમિટેડને ટેકઓવર કરવા તૈયાર થઇ છે. સરકારે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટને જાણ આપી છે. સરકારે યુનિટેક લિમિટેડના મેનેજમેન્ટને સંભાળવાની અને કંપનીના અટકેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવાના તેના 2017 ના પ્રસ્તાવ પર પુનર્વિચારણા કરવા કોર્ટને કહ્યું છે. સરકારના આ પગલાથી યુનિટેકના ઘર ખરીદનારા હજારો લોકોને રાહત મળશે તેવી અપેક્ષા છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર