Friday, March 29, 2024

શું તમને ખબર છે કાચા દૂધ અને મીઠાના ઉપયોગથી…….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

શિયાળાની ઋતુમાં ત્વચા ખુબ જ શુષ્ક બની જાય છે. મેલનો એક સ્તર પણ તેના પર સરળતાથી ચોંટી જાય છે. પ્રદૂષણ ધૂળ અને માટીને લીધે હાથ અને પગનો રંગ ચહેરા કરતા કાળો થાય છે. હાથ અને પગની ત્વચાને સુંદર બનાવવા માટેનો ઘરેલુ ઉપાય જાણો જે નિશ્ચિઓત રૂપે તમને લાભ કરશે. કાચા દૂધ અને સિંધવ મીઠાનો ઉપયોગથી હાથ-પગની કાળાશ દૂર કરી શકાય છે. આ માટે તમારે 2 ચમચી કાચા દૂધમાં 2 ચમચી સિંધવ મીઠું ભેળવો. જો તમે ઇચ્છો, તો તમે આ પેસ્ટમાં 1 ચમચી મધ પણ ઉમેરી શકો છો. તૈયાર પેસ્ટથી તમારા હાથને થોડું સ્ક્રબ કરો. આ પેસ્ટથી ત્વચાનો કાળો રંગ દૂર કરીને તમારા હાથ અને પગને સુંદર બનાવશે અને સાથે જ તમારી ત્વચા નરમ અને ચમકદાર બની જશે. ટમેટા, કાકડી અને લીંબુનો રસ 2 ચમચી ચંદનના પાવડરમાં મિક્સ કરો. તમારા હાથ. અને પગ પર તૈયાર કરેલી પેસ્ટ લગાવો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરવાથી તમારા હાથ અને પગની કાળાશ દૂર થશે. નારંગીની છાલ બરાબર સુકાવી લો. સૂકા છાલને પીસીને પાઉડર તૈયાર કરો. તેમાં પાઉડરમાં દૂધ નાંખો અને પેસ્ટ બનાવો. તમારા હાથ અને પગ આ પેસ્ટ લગાવો. પેસ્ટ સુકાઈ ગયા પછી તમારા હાથ અને પગને પાણીથી ધોઈ લો. તમારી ત્વચાની કાળાશ દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. હાથની ત્વચાને તેજ બનાવવા માટે, જો તમે ઇચ્છતા હોવ તો, પછી હાથ ઉપર થોડી ખાંડ અને બેથી ત્રણ ટીપાં લીંબુના રસના નાખી હળવા હાથે મસાજ કરો. પછી તમારા હાથને ઠંડા પાણીથી ધોઈ લો. ત્વચાની સુંદરતામાં વધારો કરશે અને ડેડ ત્વચાને પણ દૂર કરશે. જેના કારણે હાથોમાં કુદરતી ચમક જોવા મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર