Sunday, September 8, 2024

વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનની સફળતા પુર્વક ડ્રાય રન યોજાઇ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત તથા ગુજરાતમાં આવતા મહિનાથી લગભગ આમ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવાની શક્યતા છે ત્યારે આ રસીકરણ વખતે કોઈ ભૂલ કે ગંભીર ક્ષતિ ન થાય તે માટે આગોતરા આયોજન સ્વરૂપે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 જેટલા હેલ્થ વર્કરોને કોરોના વેક્સિન આપવાનું સફળતા પૂર્વક ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું….

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આજે કોરોના વેક્સિન માટે યોજાયેલી ડ્રાઈ રનના કાર્યક્રમમાં મોરબી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. વી. એલ.કારોલીયા, જિલ્લા આઈ. ઇ. સી. અધિકારી જી. વી. ગાંભવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ. એ. શેરસિયા સહિતના અધિકારીઓ હાજર રહીને કોરોના વેક્સિન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું….

જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનની ડ્રાઈ રનની સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ.શેરસિયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર વી. એચ. માથકિયા અને સમગ્ર વાંકાનેર સિવિલ હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર