મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હસમુખભાઈ બારૈયાની વાડીમાં રહેતા ચંદુભાઈ ભોદરભાઈ ધાણુકે ભાગીયુ રાખેલ વાડીના શેઢા પાસે તેમની ૦૩ વર્ષની માસૂમ બાળકી રમતી હોય તે વખતે વાડીના શેઢા પાસે આવેલ તળાવમાં રમતા રમતા જતી રહેતાં તળાવના પાણીમાં ડૂબી જતાં ચંદુભાઈની ત્રણ વર્ષની બાળકી રેખાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
