વાંકાનેરના શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારની તપાસમાં માત્ર શિક્ષકોને સજા-મોટા માથા છટક્યા !
વાંકાનેરના ત્રણ શિક્ષકો ઉપર ફોજદારી જેની સહીથી લાખોનો ભ્રષ્ટાચાર થયો એમને ક્લીનચિટ !
મોરબીના વાંકાનેર શિક્ષણ શાખા વર્ષ – ૨૦૧૭ થી વર્ષ – ૨૦૨૦ સુધી ગરીબ બાળકોને અપાતી શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ, ગરીબ બાળકોને મળતા આર.ટી.ઈ.ના લાભો,નિવૃત થયેલ મૃત્યુ પામેલ શિક્ષકોને અપાયેલ સિલેક્શન ગ્રેડની એરિયર્સની રકમ નિવૃત થયેલ શિક્ષકોના રજાના રોકડ રૂપાંતર બિલો ડબલ વખત જમા કરી જેતે આચાર્ય જે તે શિક્ષક પાસેથી એકાઉન્ટ પે ના ચેક લખાવી,ખોટા પગાર બિલો બનાવી વ્યક્તિગત ખાતે જમા કરી,શિક્ષકો ન હોય એવા તેર જેટલા વ્યક્તિઓના તાલુકા પંચાયતમાંથી પગાર જમા કરી ડીડીઓના કહેવા મુજબ ત્રેપન લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે પણ અમારી પાસે આવેલ આંકડા મુજબ અન્ય એસ.એસ.એ. બી.આર.સી.વગેરે અન્ય વિભાગો મળી ત્રાણું લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે જેની વર્ષ-૨૦૨૦ માં પણ તપાસ થયેલ એ વખતે પણ એક શિક્ષકને બદલીની હળવી સજા કરીને તપાસનું મીંડું વાળું દીધું હતું બસ એવી જ રીતે ચાલુ વર્ષે ઓડિટ પેરાના આધારે છેલ્લા ચાર માસથી તપાસ ચાલતી હતી એ મુજબ દળી દળીને ઢાંકણીમાં એમ માત્ર ત્રણ વ્યક્તિઓ અબ્દુલ શેરસિયા તત્કાલિન બી.આર.સી. અને હાલના સી.આર.સી.કો.ઓ. અરવિંદ પરમાર શિક્ષક અને હિમાંશુ પટેલ શિક્ષક આ ત્રણ વ્યક્તિઓ ઉપર ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ છે પણ જેમની સહીથી જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે, એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં આવેલ ન હોય, નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા,અધિકારી પદાધિકારીઓ દ્વારા બચાવીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ રાખ્યું છે,એવી લોકમુખે ચર્ચા થઈ રહી છે.
