Monday, September 9, 2024

‘ વસંતોત્સવ ‘ વિષય પર મોરબી જિલ્લામાં ચિત્ર સ્પર્ધા યોજાશે, પ્રથમ દસ વિજેતાઓને ઈનામ અપાશે…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પ્રથમ વિજેતાને રૂા.૨૫,૦૦૦/-, દ્વિતિયને રૂા.૧૫,૦૦૦/-, તૃતિયને રૂા. ૧૦,૦૦૦/-નું ઇનામ અપાશે..

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવાના વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘ મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ‘ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં (કોવિડ-૧૯)ની ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે…

યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન MOBILE TO SPORTS ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને ‘ મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ ‘ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે…

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ‘ વસંતોત્સવ ‘ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ‘ વસંતોત્સવ ‘ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ચિત્રને માઉન્ટીંગ કરી કૃતિની પાછળ નામ, સરનામું, મોબાઈલ નંબર લખી તા:૨૮/૦૧/૨૦૨૧ થી તા.૧૪/૦૨/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલવાની રહેશે…

રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબચેનલ પરથી મળી શકશે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર