Monday, September 9, 2024

વિડીયો કોલ સાથે પોર્ન ક્લિપ ચલાવીને હરામખોરો મોર્ફ વિડિઓઝ બનાવીને કરતાં હતા બ્લેકમેઈલ,જાણો શું છે સમગ્ર રેકેટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

દિલ્હી પોલીસના સાયબર સેલે મેવાત વિસ્તારમાંથી મોર્ફ વીડિયોના નામે બ્લેકમેલ કરીને છેતરપિંડી કરનારા 6 પાપી ત્રાસવાદીઓને પકડ્યા છે. પકડાયેલા બદમાશો, લોકોને વીડિયો કોલ કરતા હતા અને તેઓ આખો કોલ રેકોર્ડ કરતાં હતા અને સાથે જ એક ફોનમાં પોર્ન વીડિયો ચલાવતા હતા. બાદમાં, તેઓ વિડિઓને મોર્ફ કરી દેતા હતા અને વિડિઓ જોતાં એવું જણાય કે સામે વાળી વ્યક્તિ અશ્લીલ હરકતો કરી રહી છે. આ વીડિયો બતાવીને તે કહેતો હતો કે કાં તો તમે પૈસા આપો નહીંતર તે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરશે. પોલીસે આરોપીઓ પાસેથી 17 મોબાઇલ ફોન અને 40 વીડિયો કબ્જે કર્યા છે.

સાયબર સેલના ડીસીપી અનયેશ રોયે કહ્યું કે થોડા દિવસો પહેલા દિલ્હીના સાયબર સેલમાં એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો તેને બ્લેકમેલ કરી રહ્યા છે. પીડિતએ પોલીસને કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે વીડિયો કોલ છે જેમાં હું અશ્લીલ કૃત્ય કરું છું, પરંતુ મેં આ પ્રકારનો કોઈ ફોન કર્યો નથી.પોલીસે ફોન નંબર દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી હતી, જ્યાંથી કોલ આવી રહ્યો હતો, ત્યારબાદ પોલીસને ખબર પડી કે આરોપી નંબરો બીજા કોઈ રાજ્યનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ નંબરો ભરતપુર વિસ્તારમાં સક્રિય છે.

તપાસ દરમિયાન અને પીડિતા સાથે વાત કરતા પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવે છે જે ખૂબ જ આકર્ષક હોય છે. આ પછી, તેઓ ઘણા લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે.જે લોકો તેમની રિકવેસ્ટ સ્વીકારે છે, તેઓ સામેની વ્યક્તિની પ્રોફાઇલ જોયા પછી લક્ષ્ય નક્કી કરે છે. આ પછી, શરૂઆતમાં તેઓ ચેટિંગ કરશે પરંતુ થોડા દિવસ પછી તેઓ વીડિયો કોલ કરે છે. જ્યારે વિડિઓ કોલ ચલાવવામાં આવતા હતા, ત્યારે તેઓ મોબાઇલ પર અશ્લીલ વિડિઓઝ ચલાવે છે. બાદમાં, તેઓ વિડિઓને એવી રીતે સંપાદિત કરે છે સામેની વ્યક્તિ અશ્લીલ કૃત્ય કરી રહી છે તેવું લાગે.
પોલીસે તકનીકી સર્વેલન્સના આધારે ભરતપુર વિસ્તારમાંથી 6 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓનાં નામ રાયસ, વહિદ, અકરમ, મુફિદ, અનાસ અને વારસ છે. પોલીસે તેમની પાસેથી 17 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને તેમના 10 બેંક ખાતાઓ અંગેની માહિતી પણ પોલીસને મળી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર