મોરબી: ૨૦૨૨ ની ચુંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણી ૨૯ એપ્રીલે ભાજપના અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કરી ભાજપમાં જોડાશે.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ રામમંદિર, ૩૭૦ કલમ જેવા અનેકો સત્કાર્યોથી પ્રેરાઇ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવાના સંકલ્પ સાથે ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી વિશાળ સમર્થકોના મહાસાગર સાથે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે સ્થળ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રાજકોટના રામપરા (બેટી) ગામે ખાતે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયા કરશે.
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...
હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગરમ આથો તથા તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી...