મોરબીના વીશીપરામા ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત
મોરબીના વીશીપરા વિસ્તારમાં મદિના સોસાયટીમાં રહેતી મહિલાને તેના ઘરકામ બાબતે બોલતા મનમાં લાગી આવતા પરિણિતાએ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા વિસ્તારમાં આવેલ મદિના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા (ઉ.વ.૫૫)ને તેમના પતિ દ્વારા ઘરકામ બાબતે બોલતા જે વાતનું લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.