રાષ્ટ્રભાવના ઉજાગર કરવીએ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ : આર.પી.પટેલ
સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ – અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 76માં સ્વાતંત્ર્યતા પર્વ નિમિતે ભવ્યાતિભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
આ અવસર પર ધ્વજવંદન કર્તા તરીકે અમમભાઈ શાહ ,ગુજરાત સમાચાર, મહેમાન તરીકે રમેશભાઈ મેરજા, ડેપ્યુટી કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તથા ડો. જીતેન્દ્ર અઢિયા, માઈન્ડ ટ્રેનર એન્ડ લાઈફ કોચ તેમજ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, હોદ્દેદારશ્રીઓ, દાતાટ્રસ્ટીઓ તથા અન્ય કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ.
આ પર્વ પર સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ, સંસ્થા તથા દેશના નાગરિકોની ફરજ છે. વધુમાં સંસ્થાએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે 75 હજાર તિરંગાઓનું વિતરણ કરી અને 75 હજાર વૃક્ષોના જતન સાથે ગરવી ગુજરાતને હરિયાળું બનાવવાની અગ્રિમ પહેલતા સંસ્થાએ શરૂ કરેલ છે.
અમમભાઈ શાહે તેમના પ્રવચનમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન-બાન અને શાન તથા દેશનું ગૌરવ છે, માટે ક્યારેય તિરંગાનું અપમાન ન થાય તે માટે સર્વેને અપીલ કરેલ. વિશ્વ ઉમિયાધામ એ જગતજનની મા ઉમિયાનું આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવી ભાવના સાથે ધ્વજવંદન કરી સંસ્થાનો આભાર પ્રગટ કર્યો.
