Thursday, May 2, 2024

મોરબીના વિસીપરામા પોતાની કાર માની લઈ જવાની કોશિશ કરનાર તેર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરાની બાજુમાં ગુલાબનગરમા રાહુલભાઈની વેરના ગાડી બહાર પડી હોય જે પોતાની ગાડી હોવાનું માની ખાત્રી તપાસ કર્યા વગર લઈ જવાની કોશિશ કરતા હોય જેઓને મહિલાએ તથા સાથીએ રોકટોક કરતા તેઓની સાથે બોલાચાલી કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તેર ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ચાર ગોદામ પાછળ રોહિદાસપરાની બાજુમાં ગુલાબનગરમા રહેતા સરીફાબેન ઉર્ફે મુમતાજબેન (ઉ.વ.૪૦) એ આરોપી આનંદ ગણપતભાઇ દવે રહે રાજકોટ ખોડીયાર નગર, ભાવીક ભરવાડ, રવી ભરવાડ, અભય મકવાણા , ધવલ મકવાણા , ધર્મેશ બારોટ, ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ, રજત સાવલીયા, પાર્થ પટેલ , વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર , સમીર સલીમભાઇ શાહમદાર, સાહિલ બોદુભાઇ રહે બધા રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૪-૨૦૨૪ ના રોજ રસુલભાઇની હુન્ડાઇ કંપનીની વેરના ગાડી તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ ઘરની બહાર હોય જેને જુદી જુદી ગાડીઓમાં આવેલ આરોપીઓએ પોતાની ગાડી હોવાનુ માની ખાત્રી તપાસ કર્યા વગર લઇ જવાની કૌશીશ કરતા હોય જેઓને ફરીયાદીએ તથા દાઉદભાઇ વિગેરે નાઓએ રોકટોક કરતા તેઓની સાથે બોલાચાલી ગાળાગાળી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર સરીફાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૬(૨), ૧૪૩,૧૪૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર