વાંકાનેરના ઢુવા પાસે ઘરકંકાશથી કંટાળી ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર ઢુવા અમૃત સિરામિક કારખાના પાછળ રેલ્વે ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મુકતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા ઉવ.૩૮ રહે.હાલ ઢુવા ખોડીયાર માતાજીના મંદિરમાં તા.વાંકાનેર મુળ ગામ માટેલવાળો કોઇ કામ ધંધો કરતા ન હોઇ અને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હોઇ જેથી કંટાળી જઇ રેલ્વે ટ્રેક પર જઇ રેલવે ટ્રેન આવતા તેમાં પડતુ મુકતા માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img