Saturday, August 16, 2025

વાંકાનેરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર સીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા -૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

વાંકાનેર વૃદાવન પાર્ક સોસાયટી શીવ મંદિર વાળી શેરી રાજકોટ રોડ વાંકાનેર ખાતે બનવા પામેલ છે. જે ગુનાના ફરીયાદી હસમુખભાઇ રતીલાલભાઈ મકવાણા (ઉવ-૫૫) રહે. વાંકાનેર વૃદાવન સોસાયટી, તા.વાંકાનેરવાળા છે અને આરોપી તરીકે અજાણ્યો ઇસમ દર્શાવેલ છે. જણાવ્યું હતું કે ફરીયાદીના મકાનનો મુખ્ય દરવાજો તોડી મકાનમાં પ્રવેશી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી અજાણ્યો ચોર ઇસમ લઇ ગયેલ હોવાની ફરીયાદ રજીસ્ટર થયેલ હોય

આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વાંકાનેરમાં રહેણાંક મકાનમાં ચોરીના ગુનાને અજામ આપનાર આરોપી હાલે રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ બસ સ્ટેશન પાસે ઉભેલ છે અને તેણે આ ચોરીના ગુનાને અંજામ આપેલ હોવાની સચોટ બાતમી મળેલ હોય જેથી તુરતજ તે જગ્યાએ તપાસ કરતા આરોપી પંકેશભાઇ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઇ ઉકાભાઇ સોલંકી (ઉવ-૨૫) રહે. રાજકોટ કુબલીયાપરા, શેરી નંબર-૫, મચ્છીચોક પાસે,તા.જી.રાજકોટ વાળો મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની અને ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના જે વેચી નાખી રોકડા રૂપીયા મળેલ હોય જે રૂપીયામાંથી તેના ભાગમાં ૮૦,૦૦૦/- રૂપીયા આવેલા હતા જે પૈકી ૩૦,૦૦૦/- રૂપીયા પોતે હોસ્પીટલના ખર્ચમાં વાપરી નાખેલ અને બાકીના ૫૦,૦૦૦/- જે તેની પાસે હોવાની કબુલાત આપતા ઇસમ પાસેથી આ ચોરીના ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- મળી આવતા કબજે કરી આરોપીની અટક કરી આગળની તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર