Monday, October 7, 2024

વાંકાનેર નજીક સીરામીક ફેક્ટરીમાં પાર્સલ બૉમ્બ મોકલનાર ઝડપાયો, પૈસા માટે સાઉથ મુવી જોઈ બૉમ્બ બનાવાનો પ્રયાસ કર્યો હતો…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
પાર્સલ આપ્યા બાદ સિરામિક ફેક્ટરીના માલિકને ખંડણી માટે મેસેજ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી હતી : જિલ્લા પોલીસ વડાએ જાહેર કરી બનાવની વિગતો : પરપ્રાંતીય યુવાન પાસે વતન જવાના પૈસા ના હોવાથી સમગ્ર કાવતરું કર્યાનો ખુલાસો, આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી પોલીસ…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક ફેક્ટરીમાં બે દિવસ પહેલા કોઈ પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ આપી ગયાના પ્રકરણમાં આજે પોલીસે મહત્વની વીગતો જાહેર કરી છે. જેમાં આ સમગ્ર કાવતરું એક મધ્યપ્રદેશના પરપ્રાંતીય યુવાને ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. આરોપી પાસે પોતાના વતન જવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી મુવીમાંથી જોઈને ખંડણી માટે બૉમ્બ જેવી ડિવાઇસ તૈયાર કરી ફેકટરીમાં મોકલી માલિકને મેસેજમાં ધમકી પણ આપી હોવાનું ખુલ્યું છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેટમેક્સ સિરામિક ફેકટરીમાં બૉમ્બ જેવી વસ્તુનું પાર્સલ મળ્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ પાંચ થી છ ટીમ આ બનાવમાં તપાસ ચલાવી રહી હતી જેમાં પોલીસને બનાવના મુળ સુધી પહોંચી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે…

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. વી. બી. જાડેજા તથા પી.એસ.આઇ. એન. બી. ડાભી, એસ.ઓ.જી. પી.આઇ. જે. એમ. આલ, સર્કલ પી.આઇ. એચ. એન. રાઠોડ તથા વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર. પી. જાડેજા, પી.એસ‌.‌આઈ. બી. ડી પરમાર સહિતની પોલીસ ટીમ દ્વારા વાંકાનેર સિરામિક કારખાનામાં બોમ્બ પ્રકરણમાં આરોપી જીતેન બલરામસિંગ લોધી (ઉ.વ.19, રહે. મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પોતાના પાસે વતનમાં જવા પૈસા ન હોય જેથી સાઉથની મુવીમાં જોઈ બજારમાંથી સામાન લઈને નકલી બોમ્બ બનાવી ફેક્ટરી માલીકને મોકલવી પૈસા માટે ધમકી આપી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

 

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર