વાંકાનેરના ઢુવા નજીક ગફલતભરી રીતે ચલાવતા બાઈક ચાલકનું મોત
વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવતા ઢુવા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે ગફલતભરી રીતે બાઈક ચલાવતા પડી જતાં યુવાનનું મોત નિપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ઓવરબ્રિજ નજીક પુર ઝડપે બાઇક ચલાવતા ગત તા.14જૂનના રોજ પડી ગયેલા હીરો ગ્લેમર મોટર સાયકલ નંબર જીજે-૧૩-એક્યુ-૭૬૨૩ના ચાલક નરેશભાઇ ભુપતભાઇ રંગપરા રહે.હાલ એમ્બોજા સીરામીક સરતાપર રોડ તા.વાંકાનેર વાળાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે