વાંકાનેર : ઇકો કારમાં હેરાફેરી કરતા નશાકારક સીરપની 320 બોટલ સાથે એક ઝડપાયો
વાંકાનેર: આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને બોટલ નંગ.૩૨૦ કી.રૂ.૪૮૦૦૦/-ના જથ્થા સાથે કુલ રૂ.૨,૪૮૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન સરતાનપર રોડ સેન્સો ચોકડી ઉપરથી મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર્ગો ગાડી રજી નં.GJ-36-T-8016 નો ચાલક સુરેશભાઇ ચૌહાણ ઉવ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ-નવા જાંબુડીયા, દશામાંના મંદીર પાછળ, ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ-ખડીયા તા.માણાવદર જી.જુનાગઢ વાળા કબજામાંથી આયુર્વેદીક હર્બલોની બોટલ (૧) AYURVEDIC PROPRIETARY MEDICINE STONEARISHTHA ASAV 400 ml.HERBAL_TONIC બોટલ નંગ.૧૨૦ તથા (ર) Herbal SUNNINDRRA ASAV-ARISTHA બોટલ નંગ.ર૦૦ ની ઇકકો કારમાં હેરાફેરી કરતા મળી આવતા કુલ બોટલ નંગ-૩૨૦ કી.રૂ.૪૮૦૦૦/-તથા ઇકકો કાર કી.રૂ. ૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૪૮૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી બોટલ કયાંથી મેળવેલ છે.તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.