આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના લીંબાળા ગામે ફરિયાદી પૂજા બેન દ્વારા અગાઉ ગામમાં જુગાર રમતા હોવાની જાણ પોલીસને કરાઈ હતી તે બાબતનો ખાર રાખી આરોપી કોલાભાઈ માનસીંગભાઈ સીતાપરા એ ફરિયાદી પૂજાબેન ના પતિ લક્ષ્મણભાઈ મેરામભાઈ ઈંદરપાને “તમારા પત્ની જુગારની રેઇડ હવે નો પડાવે” કહી ઉશ્કેરાય જઈ ફરિયાદીના પતિ પાછળ કુહાડો લઈ મારવા દોડ્યા હોઈ જે અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
