વાંકાનેર :- રિક્ષાવાળા ની ઉઘરાણી કરવા જતા બે ઈસમોએ માર માર્યો.
આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી ગોપાલભાઇ મેશનભાઇ ચારોલીયા પોતે રિક્ષા ના ધંધા સાથે સંકળાયેલ હોય ત્યારે તેમને આ કામના આરોપી (૧) શાંતિલાલ ગગજીભાઇ ચારોલીયા તથા નં-(૨) રાજેશભાઇ ગગજીભાઇ ચારોલીયા રહે ગાત્રાળનગર વાળા પાસેથી રીક્ષા ભાડાના પૈસા લેવાના બાકી હોય ત્યારે ફરીયાદી દ્વારા પૈસા ઉઘરાવવા જતા આ કામના આરોપી નં (૧) દ્વારા તેમને લાકડી વડે કોણીના ભાગે મૂઢમાર મારવામાં આવ્યો હતો.
બાદ આરોપી એક અને બે દ્વારા તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે.