એક તરફ વિકાસ ની વાતુંની વણજાર થઈ રહી છે તો બીજી તરફ ગોતીલો ગોતીલો વિકાસ ગોતીલો જેવો ઘાટ સર્જાયો છે
મોરબીના તખ્તસિંહજી રોડ થી ગાંધીચોક સુધી રોડ પર વરસાદી પાણી અને દુર્ગંધ યુક્ત ગટરના પાણી થી અનેક વેપારીઓને અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે આજે સાંજના સમયે મોરબી શહેર કોંગ્રેસ ની ટીમ આ રોડ પર પહોચી હતી અને મોરબીનાં વેપારીઓ નાં પ્રાણપ્રશ્ને મુલાકાત કરી નગરપાલીકા નાં વહીવટ દાર સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન આવતીકાલે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સહમતી દર્શાવી અને જો ૩ દિવસ માં પ્રશ્ન હલ નહીં થાય તો શહેર કોંગ્રેસ દ્વારા વેપારીઓ ને સાથે રાખી આવેદનપત્ર આપવામા આવશે તેવું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું
વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર...
મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં વિદેશી દારૂનું...