Monday, September 9, 2024

‘સ્કેમ 1992’ થી પ્રચલિત થનાર એકટર પ્રતીક ગાંધી હવે કઈ નવી ફિલ્મમાં જોવા મળશે જાણો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વેબ સીરીઝ ‘સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી’ થી ખ્યાતિ મેળવનાર અભિનેતા પ્રતીક ગાંધી અને ટીવી સિરિયલના નિર્દેશક હાર્દિક ગજ્જર, કાનુડાની મથુરા વૃંદાવન નગરીમાં પહોચ્યા. બંનેએ મળીને નવી ફિલ્મ ‘અતિથી ભૂતો ભાવ’નું શૂટિંગ શરૂ કર્યું છે. જેમાં સિનિયર એક્ટર જેકી શ્રોફ અને અભિનેત્રી શર્મિન સહગલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ મથુરાથી શરૂ થયું છે. પ્રતીક ગાંધી અને હાર્દિક ગજ્જર ઘણીવાર એકબીજા સાથે જોવા મળતા હોય છે. તાજેતરમાં એક હિન્દી નાટક ‘રાવણ લીલા’ પૂર્ણ કરી છે.જેમાં પ્રતિકની સાથે આંદ્રિતા રે, અભિમન્યુ સિંઘ, રાજેશ શર્મા, ફ્લોરા સૈની, અંકુર ભાટિયા, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારોએ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. પ્રતિક અને હાર્દિક બીજી ફિલ્મ હાલમાં ‘વહાલમ જાઓ’ પર કામ કરી રહ્યા છે. ‘વહાલમ જાઓ’ એક ગુજરાતી ભાષાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેમાં પ્રીતક ગાંધી ઉપરાંત ટીકુ તલસાનીયા, કેવિન દવે વગેરે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અને લખાણ બંને હાર્દિકે કર્યું છે. હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. અને, હવે હાર્દિક અને પ્રતીકની આ જોડી ફિલ્મ ‘અતિથી ભૂતો ભવ’ બનાવવા જઈ રહી છે. તે રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. અભિનેતા પ્રતીક ગાંધી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા કારણ કે તેમને જેકી શ્રોફ સાથે કામ કરવાની તક મળી હતી. પોતાની ફિલ્મ અંગે પ્રતિકે કહ્યું હતું કે, તે ફરી એકવાર હાર્દિક ગજ્જર સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સુક છે. તેમણે ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યુ હતું કે, ‘આ ફિલ્મ એક અનોખી લવ સ્ટોરી છે . અને, મારી માટે સૌથી મોટો આનંદ એ છે કે મને અહીં શીખવાની ઘણી તક મળશે, કારણ કે, આ વખતે હું શ્રેષ્ઠ કલાકાર જેકી શ્રોફ સાથે કામ કરી રહ્યો છું. ‘

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર