એન એમ ઓ- મોરબી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ મોરબી દ્વારા ચરક શપથ સમારોહ તથા white coat ceremony પ્રથમ વર્ષ મેડિકલ કોલેજ ના વિદ્યાર્થી માટે આયોજન કરવામાં આવ્યુ હતુ
જેમા મેડિકલ કોલેજના ડિન ડો નિરજ બિસ્વાસ દ્વારા ચરક શપથ લેવળાવ્યા હતા, એન એમ ઓ – મોરબી ના અધ્યક્ષ ડો.વિજય ગઢીયા એ એન એમ ઓ વિશે માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્ય વિશે પ્રસ્તાવમાં વાતો રજુ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો જ્યંતિભાઇ ભાડેસિઆ સાહેબે વિદ્યાર્થીઓને ખુબજ સરસ હળવી શૈલી માં તબિબી છાત્રોને ભવિષ્ય ની ફરજો પ્રત્યે માર્ગદર્શન આપ્યુ હતુ
કોલેજના બધા પ્રાધ્યાપકો તથા અતિથી દ્વારા નવા પ્રથમ વર્ષ ના વિદ્યાર્થી ઓ ને સફેદ એપ્રોચ પહેરાવી આવકાર્યા હતા આ કાર્યક્રમમાં અનેક એમ ઓ – મોરબીના મંત્રી ડોદિપક અઘારા તથા કોષાધ્યક્ષ ડો હિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રાધ્યાપકો અને તમામ સ્ટાફ દ્વારા મહેનત કરી હતી ભવિષ્યમાં કોલેજની પ્રગતી માટે બધાએ ચર્ચા કરી હતી

