મોરબી: નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ અંતર્ગત યોગ દિવસે જાગૃતિ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીમા બાઇક રેલી યોજાઇ હતી.
આગામી તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણી સમગ્ર રાજયમા થનાર છે.જે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવા માટે સુચના કરવામા આવેલ છે. જે અનવ્યે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી. એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા આજે તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ મોરબી સીટી ટાઉન વિસ્તારમા બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમમા પી.એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, પી.એ.ઝ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, કે.એ.વાળા, પોલીસ ઇન્સપેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, એસ.એમ. ચૌહાણ, રીઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર, મોરબી તેમજ ૧૦૦ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
મોરબીના ચકચારી કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી.દ્વારા ગઇ તા. ૨૧/૦૧/ ૨૦૨૫ ના રોજ બાતમીના આધારે રેઇડ કરી મોરબી તાલુકા ના જુનાસાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મોનરલ્સની બાજુમાં...
મોરબી: પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા સમાજ અને શાળાનો સેતુ રચાય, લોકોને શાળા પ્રત્યે લગાવ રહે,શાળાને શિક્ષકોની નહીં પણ પોતાની ગણે એવા શુભ આશયથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરી જીવનના પાઠ ભણી કોઈ પોતાનાં સંસારમાં વ્યસ્ત છે કોઈ ભણી ગણીને આગળ વધી ગઈ છે તો કોઈ વિદ્યાર્થીનીઓ...
મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર...