Tuesday, October 14, 2025

‘વિકાસ સપ્તાહ’ અન્વયે મોરબીમાં યુવા સશક્તિકરણ અંગે વ્યાખ્યાન મંથન યોજાયુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં મોરબીમાં પી.જી. પટેલ કોલેજ ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે યુવા સશક્તિકરણ અંતર્ગત વ્યાખ્યાન મંથન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૧૨૦૦ જેટલા યુવાઓ જોડાયા હતા.

મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દ્વારા ગત ૦૮ ઓક્ટોબરના મોરબીમાં પી.જી. પટેલ કોલેજ ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત યોજાયેલા વ્યાખ્યાન મંથનમાં યુવાનોને સશક્ત કરવા માટે અમલી વિવિધ યોજનાઓ તથા દેશના વિકાસમાં યુવાઓની ભૂમિકા અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, પી.જી. પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ, વક્તા પ્રતિક કાછડીયા, લાયન્સ ક્લબ મોરબીના પ્રમુખ, કોલેજનો સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર