દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા
દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશન ના તમામ હોદેદારોને કેજરીવાલ એ આમંત્રિત કર્યા છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો ને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી આપને તે મુજબનો સમય ફાળવી શકાય…
અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ રહશે જેથી આપના પ્રશ્નો ની ચર્ચા માટે પૂરતો સમય રહશે. ઉદ્યોગકારો એ પોતાની વિગત પરેશ પારીઆ-આપ નેતા મોરબી 8732918183 નંબર પર મોકલી આપવી
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...