અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કરનાર આરોપીઓ મુદ્દામાલ સાથે સર્વેલન્સ સ્કોડની પકડમાં

61

અમિત દવે,રાજકોટ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, DCP રાકેશ દેસાઇ અને ઇન્ચાર્જ ACP બી.જે. ચૌધરીના સીધા સુપરવિઝન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે આ કામગીરી કરવામાં આવી હતી. PI એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ PSI વી.જી. ડોડીયા અને સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.હેડ.કોન્સ. વિરદેવસિંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યરાજસિંહ ટેમભા જાડેજા અને પ્રાદીત્યસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડથી ટીટોડીયા આવાસ યોજના તરફ જતા રોડ પરથી મોહિત, અક્ષય અને કશ્યપ નામના શખ્સોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હોન્ડા સાઇન (GJ-03-KJ-0549) અને એક સ્પ્લેન્ડર (GJ-32-N-3191) તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ મંદિર સામે આવેલા લવ ટેમ્પલના બગીચા પાસેથી એક એક્સેસની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે કુલ ૧,૬૦,૦૦૦ ની કિંમતના ચાર વાહનો કબ્જે કર્યા છે, જેમાં એક સાઇન, એક સ્પ્લેન્ડર, એક એક્સેસ (GJ-03-NQ-4343) અને એક યામાહા એમ.ટી. ૧૫ (GJ-03-ND-4232) નો સમાવેશ થાય છે. આ મામલે ગાંધીગ્રામ-૨ અને માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાઓ ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પકડાયેલ આરોપીઓમાં મોહીત ચનાભાઇ સોલંકી, અક્ષય મહેશભાઇ વ્યાસ (રહે. જસદણ), કશ્યપભાઇ શૈલેષભાઇ જોષી અને યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. વાંકાનેર) નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી PI એચ.એન. પટેલ, PSI વી.જી. ડોડીયા, ASI જગમાલભાઇ ખટાણા, હેડ કોન્સ. વિરદેવસિંહ, મહીપાલસિંહ, પ્રતાપસિંહ, ગોપાલસિંહ અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ, વનરાજભાઇ, પ્રવિણભાઇ તેમજ મહિલા કોન્સ્ટેબલ ધારાબેન મેઘાણી દ્વારા કરવામાં આવી હતી.

Chakravatnews