Friday, July 18, 2025

ગુજરાતનું ગૌરવ – મોરબીના શિક્ષક બેચરભાઈ ગોધાણીને રાજસ્થાનનાં જયપુર ખાતે નેશનલ એવોર્ડ એનાયત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજસ્થાનનાં જયપુર ખાતે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ નેશનલ એવોર્ડ શેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નેપાળ, ટોરોન્ટો- કેનેડા, સિંગાપોર, સાન ડિએગો-યુએસએ, શિકાગો, મોરિશિયસ,લંડન-યુકે વગેરે જેવા ચૌદ દેશોની વિશિષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી.ચૌદ દેશ અને ભારતભરના તમામ રાજ્યોના શિક્ષણ ,સાહિત્ય, કલા,સંગીત, કૃષિ,પત્રકારીતા, ખેલ,સમાજસેવા,વિજ્ઞાન એમ અલગ-અલગ ક્ષેત્રોમાં વિશિષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતભરમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની નિષ્ઠા પૂર્વક બજાવેલ ફરજની સાથે વિશેષ પ્રવૃતિ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પ્રતિભાઓને ઓળખ મળે તે ઉમદા હેતુથી નેશનલ સિલેક્શન કમિટી દ્રારા અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા વ્યક્તિઓની પ્રોફાઇલ તૈયાર કરી જે-તે ક્ષેત્રનાં નિષ્ણાતો દ્રારા સિલેક્શન કરીને આ એવોર્ડ માટેની યાદી તૈયાર કરવામાં આવી હતી.

જેમાં શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લાનાં કુંતાસી ગામે ફરજ બજાવતા બેચરભાઈ ગોધાણીની પસંદગી કરવામાં આવી હતી.આ શિક્ષક છેલ્લાં નવ વર્ષથી કુંતાસી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.આ દરમિયાન તેઓએ કોરોનાકાળની કામગીરી,કન્ટેન્ટ નિર્માણ,પ્રવૃતિમય શિક્ષણકાર્ય,વિદ્યાર્થીઓને વિજ્ઞાન મેળા,રમત-ગમત,ચિત્ર સ્પર્ધા,ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા,ગ્રીષ્મોત્સવ,સ્પર્ધાત્મક પરીક્ષાઓ,સાંસ્કૃતિક પ્રવૃતિઓ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓમાં ફરજ સમય બાદ વિશેષ સમય ફાળવીને ઉત્સાહ પૂર્વક તૈયારી કરાવી તાલુકા,જિલ્લા અને રાજ્ય લેવલ સુધી શાળાનાં વિદ્યાર્થીઓ અને શાળાને ઓળખ અપાવી છે.તેઓ પોતે પણ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર,નેશનલ ટોય ફેર અને રમત-ગમતમાં રાજય કક્ષા સુધી પહોંચી માળીયાનાં છેવાળાનાં ગામ કુંતાસીને સ્ટેટ લેવલે એક આગવી ઓળખ અપાવી છે.તેમણે મેળવેલ આ સિધ્ધી બદલ આ એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર