Friday, February 20, 2026

ગોંડલ બાયપાસ જતી એસટી બસો માટે ફિક્સ સ્ટોપ આપવા કરાઈ રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગોંડલ થી બાયપાસ જતી એસટી બસ માટે કોઈ ફિક્સ સ્થળ ન હોવાથી મુસાફરો ખૂબ જ હેરાન થાય છે. હાલ બસ આશાપુરા ચોકડી, ઉમવાડા ચોકડી માર્કેટિંગ યાર્ડ તેમજ ગુંદાળા ચોકડી ઊભી રહે છે પરંતુ એસટી દ્વારા કોઈ ફિક્સ સ્ટોપ ન હોવાથી કંડકટર તેમજ મુસાફરોને ક્યાં સ્થળે ઉભું રહેવું તે બાબતે અસમંજસ છે. અનેક કિસ્સાઓમાં કંડકટર અને મુસાફરો વચ્ચે માથાકૂટ પણ થતી હોય છે. ગોંડલ બાયપાસ થી આશરે ૨૫૦ થી વધુ બસો પસાર થાય છે ત્યારે ફિક્સ બાયપાસ સ્ટોપ હોવો જરૃરી છે. ગોંડલ શહેર વિસ્તાર તેમજ વસ્તીની દ્રષ્ટિએ વિશાળ છે. સૌરાષ્ટ્ર ના તાલુકા મથકમાં જોઈએ તો સૌથી અગ્રીમ છે ત્યારે બાયપાસ અન્ય શહેરોમાં બનાવવામાં આવેલ બાયપાસ પિકઅપ પોઇન્ટ ની જેમ ગોંડલમાં પણ બાયપાસ પિકઅપ પોઇન્ટ બનાવવામાં આવે તો એસટી તંત્ર તેમજ મુસાફરોને ખૂબ જ ફાયદો થશે તો ઉમવાડા બાયપાસ ચોકડી ખાતે બાયપાસ બસો માટે ફિક્સ સ્ટોપ આપી પીકઅપ પોઇન્ટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર