સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી
હળવદ : રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. આથી હળવદના માલધારી સમાજે કાયદાકીય બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને સરકારને સંબોધી હળવદના મામલતદારને આવેદનપત્ર આપી સરકાર આ કાયદો પરત ન ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે તેવી ગર્ભિત ચેતવણી આપી છે.
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિના નેજા હેઠળ હળવદ પંથકના માલધારીઓએ મામલતદારને આવેદન આપી જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા માટે પશુપાલક વર્ગ ખુબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન ખુબ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધ પુરૂ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિ જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેના પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે એ સરકાર એ ભૂલવું ના જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમા વિધાનસભામાં સરકાર દ્વારા પશુ-માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્યમા આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે ૯૦-અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી, અગાઉની માફક શહેરની બહાર માલધરી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદવાખના,ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો, દવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરી છે.
તેમજ જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો નામદાર કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવી, માલધારી સમાજ ખુબ જ ભોળો સમાજ છે અમારે ભૌતિક સુખ સુવિધાઓ નથી જોઈતી પણ પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન આ નીતિને અમો સહન કરવાના નથી. જો આગમી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસલા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે.તેથી આ બિલ પરત ખેંચવાની માંગ કરી છે. આ તકે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના માલધારી હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર માં જોડાયા હતા
રવી પરીખ હળવદ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...