જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા અને શિક્ષકોને ન્યાય આપવા માંગ
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોશિયેશનનાં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી કરતા શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામ સામે અન્ય ઘણા કામો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે.
શિક્ષકોને પહેલા જે જૂની પેન્શન યોજના હતી તેનો લાભ સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. ૪૦ વર્ષની નોકરી બાદ વૃધા અવસ્થામાં આ શિક્ષકોને પોતાનું ગુજરાત ચલાવવામાં આ જૂની પેન્શન યોજના ખુબજ આર્શીવાદ રૂપ હતી. રાજસ્થાન સરકાર દ્વારા પણ હમણા આ યોજના ફરી થી ચાલુ કરવામાં આવેલ છે. તો ગુજરાત માં પણ આ યોજના ચાલુ કરવા માંગ કરી છે તે ઉરાંત અન્ય પ્રશ્નો જેવા કે ફિક્સ પગાર સામેનો સુપ્રીમ કોર્ટનો કેશ પરત કરવો, પગાર પંચની ભલામણનો અમલ કરવો, મૂળ નિમણુક તારીખથી નોકરી સળંગ ગણવી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સહિતની માંગ કરવામાં આવી છે