જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો
મોરબી: સુરેન્દ્રનગર જોરાવર નગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સાડાત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડેલ છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી તથા નાસતા ફરતા આરોપી પકડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ મોરબી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, મોરબી વીસી ફાટક પાસે આવેલ મામલતદાર કચેરીના ગેટ પાસે લાલ કલરનો આખી બાયનો શર્ટ અને કાળા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે તે વ્યક્તિનુ નામ સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ કોળી રહે. ભડીયાદ રામાપીરના ઢોરા વાળો તેના મોબાઇલ નંબર ૯૯૯૮૯ ૦૩૩૮૭ છે આ વ્યક્તિ જોરાવર નગર પોલીસ સ્ટેશનમા સને ૨૦૧૯માં અંગ્રેજી દારૂના ગુનામા નાસતો ફરતો આરોપી છે.
જેથી બાતમી આધારે સદરહુ જગ્યાએ જઇ વોચ તપાસ કરતાં સુનિલ ઉર્ફે જયરાજ પિતાનું નામ દિલીપભાઇ અટક ભીમડુકીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો ટ્રક ડ્રાયવીંગ રહે. ભડીયાદ રામાપીરના ઢોરા પાસે તા.જી. મોરબી મુળ વતન ખોડાસર તા.રાપર, જી.કચ્છ વાળાને મોબાઇલ નંગ-૧, કી.રૂ.૫૦૦/ ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કર્યા અંગેની નોધ કરી સુરેન્દ્રનગર પોલીસ કંન્ટ્રોલરૂમને જાણ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.