આજ રોજ ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી-મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની સુચના અને સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાનાં માર્ગદર્શન મુજબ
ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઈ અંદરપા દ્વારા ટંકારા તાલુકા બક્ષીપંચ મોરચાના પદાધીકારીઓના નામોની જાહેરાત કરવામા આવી.
જેમા પ્રમુખ ભુપેન્દ્રભાઈદામજીભાઈ કુકડીયા તેમજ મહામંત્રી તરિકે દેવાયતભાઈ ગેલાભાઈ ખુંગલા તેમજ સંજયભાઈ મેરૂભાઈ મકવાણા ઉપપ્રમુખ તરિકે જીતેન્દ્રભાઈ મુંધવા અશોકભાઈ પ્રજાપતિ ની નિમણૂક કરવામાં આવી છે આ સિવાય ધણા બધા હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની નિમણૂક કરવામાં આવી છે.
