હળવદમાં દિલ્હી ઉત્તર પશ્ચિમ પ્રદેશ ભાજપના જીલ્લા મહામંત્રી દિપ્તી ભટ્ટ હળવદ ખાતે પધાર્યા હતા જ્યાં તેઓ હળવદ ના ધનાડા ગામે દર્શન કરી તેઓ હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ તેઓ અહીંયા ભાજપના પાયા ના કાર્યકર અને પુર્વ જીલ્લા ભાજપ બિપીનભાઈ દવે ના ઘરે શુભેચ્છા મુલાકાતે ગયા હતા તેઓએ બિપીનભાઈ દવે સાથે ખાસ વાતચીત કરી હતી ત્યાર બાદ તેઓ હળવદની બજારોમાં પણ ગયા હતા
તેઓએ હળવદ ખાતે આવેલ સામંત સરોવરની મુલાકાત લીધી હતી તેઓએ હળવદમાં રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી દિપ્તી ભટ્ટ દિલ્હી ખાતે જીલ્લા મહામંત્રી તરીકે ની કામગીરી કરી રહ્યા છે તેઓએ ડો.મહેન્દ્ર મુંજપરા સાથે પણ ટેલીફોનીક ચર્ચા કરી હતી આમ તેઓની હળવદ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ભવાની ભુતેશ્વર ખાતે પણ દર્શનાર્થે પહોંચ્યા હતા
રવિ પરીખ હળવદ
