વાત કરીયે મોરબી ની તો જાણે છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર આ દસેક વિસ્તાર જેમ કે આસ્વાદ પાન ચાર રસ્તા, શિક્ષણ અધિકારીની કચેરી સામે,એ ડિવિઝન સામે, વિશિપરા, વાઘપરા, સનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ, જુના બસ સ્ટેન્ડ પાસે નવું બસ સ્ટેન્ડ, લીલાપર રોડ, વાવડી રોડ અને મોરબી શહેરને જોડતા અનેક ગ્રામ્ય માર્ગોની હાલતની જો વાત કરીએ તો જાણે કચરા ના ગંજ રોડ રસ્તા અત્યંત બિસમાર હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા દરેક વાહન ચાલકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
જ્યારે વાત આવે આ સમસ્યા ના ઉકેલ ની તો મોરબી ના દરેક વ્યક્તિ જાગૃત થશે તો આનો હલ આવશે માટે આવી અનેક સુવિધાઓ સભર થવા માટે જાગૃત થવુજ રહ્યું સાથે સાથે હાલ એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે જેમાં નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત તો અઢળક થાઈ છે ત્યારે તે કામને લઈ પ્રજા પણ મૌન સાધી બેસી જાય છે અને જાહેરાતો અને કાર્યક્રમો તો એવા અપાઈ છે જાણે મોરબી કાલ પેરિસ બની જશે પણ પરિણામ શુન્ય એનું મૂળ કારણ નેતાઓ ની અણઆવડત તંત્ર ની નબળી કામગીરી ભસ્ટાચારી અધિકારીઓ અને અધધધ ટેક્સ આપનાર પ્રજાનું મૌન આ મોરબી ની વીકાસ યાત્રા ને રોકી રહી છે પણ સાથે સાથે સોસીયલ મીડિયા દ્વારા અનેકવાર જાગૃતિ લાવવાનો પ્રયાસ થતો હોય છે જો પ્રજા જાગૃત બનશે તો ખરા અર્થમાં મોરબી ને મળતી સુવિધા ઝડપથી મળી શકશે
