હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં મગફળીમાં છાંટવાની દવા પી જવાથી યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતીમાં મજૂરીકામ કરતા વિકાસભાઇ હસનભાઈ આદિવાસી (ઉંમર 30)એ મગફળીના ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અમદાવાદ સીવિલ હોસપીટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં આપઘાતના આ બનાવની નોંધ કરી ને વધુ તપાસ હાથ ધરી હતી
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકારથી સમૃધ્ધી’ સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે એપ્રિલ માસમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના સભાસદની સંખ્યામાં વધારો થાય અને જન સામાન્ય મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડાય તેમજ જિલ્લાના...
મોરબી શહેરમાં આવેલ ફરવા લાયક સ્થળો પર બાકડા મુકેલ છે ત્યારે મોરબીની મયુર ચોપાટી પર છે તેનાથી વધારે બાકડા મુકવા સામાજિક કાર્યકરોએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઈ છબીલભાઇ કોટેચાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું...
મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન...