તા.૮/૫/૨૨ ના રોજ એટલે મધર્સ ડે ના દિવસે વાંકાનેર તાલુકામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં
એક પીડિત મહિલાનો કોલ આવેલ કે તેના આઠ વર્ષના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે તુરંત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાનાં લગ્ન ને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસ નું નાનું બાળક છે સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતા ત્યારે આજરોજ તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછા જવા માંગતા ન હતા તેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતા રહ્યા છે તેનું બાળક સ્તનપાન જ કરતું હોવાથી વધારે ચિંતિત જણાતા હતા ત્યારબાદ પીડિતાને આશ્વાસન આપી, તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળક અને ઘરમાં થતાં નાના મોટા જગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિ એ રાજીખુશીથી બાળકને તેના પત્નીને શોપ્યું હતું
આમ મધર્સ ડેના દિવસે માતાની હુંફ થી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે મિલન કરાવેલ
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.