ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨ થી ઓનલાઇન કરવામાં આવેલ છે, અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ . ૩૧/૦૫/૨૦૨૨ હતી.
પરંતુ સંયુકત નિયામક(ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તારીખ-૧૮/૦૬/૨૦૨૨ સુધી જરૂરી પૂર્વતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી પૂર્તતા સાથે અરજી કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીની યાદીમાં જણાવાયું છે.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...