માળિયા મી નાં બગસરા ગામે પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા વિજ પોલ અકસ્માત સર્જે તેવી સ્થિતિ માં હોય ગામનાં સરપંચ શ્રી ગૌરી બેન નાગજીભાઈ પીપળીયા એ પીજીવીસીએલ કચેરી એ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે
માળીયા (મી.) તાલુકાના ગામ બગસરા ખાતે સરકાર દ્વારા અગાઉ નાખેલા પોલ (થાંભલા) બહુ જુના છે. અને મેઇન બજારના, પીપળીયા વાસમાં, પ્લોટ વિસ્તારમાં, મગન ખોડાભાઇ અખિયાણીની શેરી સહીત આખા ગામમાં પોલ (થાંભલા)ના વાયરીંગ ઉંચા લેવા તથા જરૂર હોય ત્યાં નવા પોલ બદલાવવા રજૂઆત કરાઈ છે. જેથી, અકસ્માતને આમંત્રણ ન મળે તેવી ગામ વતી પંચાયતની માંગણી છે.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...