Wednesday, May 14, 2025

માળીયા: હાથિયાર સાથે ફેસબુકમાં ફોટો મુકવો ભારે પડ્યો, બે સામે ગુનો નોંધાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયાના વાંઢ વિસ્તારમાં યુવક પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે તેમજ પોતાના શોખ ખાતર બારબોરના હથીયારથી ફોટો પાડી પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. તેમજ અન્ય શખ્સે પોતાનું લાયસન્સ વાળુ હથીયાર યુવક પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી છતા તેમને આપ્યું હોવાથી મોરબી એસઓજી પોલીસે બંને યુવાનોને ઝડપી પાડી માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) ના વાંઢ વિસ્તારમાં આરોપી જુનેદભાઈ શકુરભાઈ જેડા (ઉ.વ.૨૫) રહે. માળીયા વાળા વિસ્તાર બોર્ડ નં-૦૧ તા. માળીયા (મી) વાળાએ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડીપોતાના ફેસબુક યુઝર આઇ.ડી.નંબર- Juned Jeda એકાઉન્ટમાં ફોટોપોસ્ટ કરી,તેમજ આરોપી અવેશભાઈ કાદરભાઈ ભટ્ટી (ઉ.વ.૪૨) રહે. માળીયા વોર્ડ નં-૦૧ ભટ્ટી વાંઢ વિસ્તાર તા. માળીયા (મી) વાળાએ પોતાનું લાયસન્સવાળુ હથીયાર આરોપી જુનેદભાઈ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી મોરબી એસઓજી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૯,૩૦ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર