મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. ની કારોબારી મળી હતી
મોરબી સર્કિટ હાઉસ ખાતે સવારે 10:30 વાગ્યે મોરબી ખાતે ગુજરાત એન.એસ.યુ.આઈ ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની હાજરી માં કારોબારી મીટીંગ મળી જેમાં મોરબી જિલ્લા એન.એસ. યુ.આઈ ના પ્રમુખ તરીકે ભાવનિક મુછડિયા ની નિમણુક કરવામાં આવી હતી.તેમજ મોરબી જીલ્લા ની તમામ કોલેજ કેમ્પસ માં વિધાર્થીઓ ને પડતી મુશ્કેલી સામે લડત ચલાવવા માટે એન.એસ.યુ.આઈ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેવું નરેન્દ્ર સોલંકી એ જણાવ્યું
આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જીલ્લા નાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા NSUI પ્રદેશ મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિત નાં આગેવાનો ઊપસ્થીત રહ્યા હતા.
