મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે. બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.
આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છું ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સીવીલ હોસ્પીટલ, નવલખી, જુના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન મોરબીના ૫૦ મીટરના વિસ્તારમાં આ જાહેરનામાનો તા.૦૨/૦૫/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
મોરબીના પીપળી સરકારી ખરાબાના સર્વે નં-304/1 પૈકી તથા ટીંબડી સર્વે નં-94/2 ના વિવાદનો હુકમમા સુધારો કરી ૨૦૧૯ પછી મહેસુલ કે વેરાઓ લેવામાં આવતા નથી તે લેવાનો હુકમ કરવા ટીંબડી ગામના આવાસ યોજનાના લાભાર્થીઓ તથા હરરાજીમાંથી લીધેલ પ્લોટના લાભાર્થીઓએ મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું...
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી - સનાળા ખાતે ‘કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવ’ યોજાયો હતો.
આ પ્રસંગે હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનો દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો જેના થકી કૃષિ કલ્યાણની વિવિધ...
મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ નાં મુદામાલ સાથે ત્રણ શખ્સોને મોંરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા...