જીવનની ભાગદોડ માં ક્યારેય સમય ન મળે એ એક પત્રકાર સારી રીતે જાણે છે કોઈપણ નાની મોટી દુર્ઘટના નેગેટિવ પોઝિટિવ સમાચાર માટે હંમેશા દોડતા રહેતા પત્રકાર માટે ” વિશ્વ સંવાદ કેન્દ્ર ” દ્વારા પત્રકાર મિલન સમારોહ નું આયોજન રાખવામાં આવ્યું અને એ પણ ખાસ દેવર્ષિ નારદ જયંતીના પાવન દિવસે
ત્યારે તમામ પત્રકાર મિત્રોને સંઘ કાર્યાલય કેશવ કુંજ કન્યા છાત્રાલય રોડ ચિત્રકૂટ સોસાયટી ખાતે તા: 21-5-2023 સમય 9 કલાકે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે જેમાં વક્તા તરીકે કિશોરભાઈ મુગલપરા સેવા ભારતી ગુજરાત પ્રાંત જ્ઞાન પીરસસે તેમજ વધુ માહિતી માટે વિષ્ણુભાઈ વિડજા મો 9879450265 રાજેશભાઇ બદ્રકિયા મો 9825421031નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ...