મોરબી: પ્રોહીબિશનના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
એલસીબી ટીમે રવિરાજચોકડી નજીકથી આરોપીને દબોચી લીધો
મોરબી, વાંકાનેર અને રાજકોટના અલગ અલગ ચાર વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા રાજકોટના રહેવાસી આરોપીને મોરબી એલસીબીએ રવિરાજ ચોકડી નજીકથી ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીની રવિરાજ ચોકડી નજીકથી રાજકોટ, મોરબી તેમજ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપી વિજય છેલાભાઈ મીર રહે.એસટી વર્કશોપ પાછળ, ગોંડલ રોડ, ગીતાનગર પાછળ, ખોડિયાર નગર શાકમાર્કેટ, રાજકોટ વાળાને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.