મોરબી લીલાપર ચોકડી નજીકથી 475 લીટર કેફી પ્રવાહી સાથે એક ઝડપાયો, ત્રણની શોધખોળ
મોરબી: મોરબી લીલાપર ચોકડી પાસેથી કેફી પ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ.૯,૫૦૦/- તથા રેનોલ્ટ ડસ્ટર ગાડી, મોબાઇલફોન મળી કુલ રૂ. રૂ.૩,૧૪,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણ ઈસમો નાશી છુટતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન બંદી સદંતર નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ કાર્યરત હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમી આધારે હકિકત મળેલ કે, રેનોલ્ટ કંપનીની સફેદ ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 વાળીમાં અલી મામદભાઇ પલેજા તથા તેનો ભાઇ ઇમરાન મામદભાઇ પલેજા રહે. બન્ને મોરબી કાલીકા પ્લોટ વાળાઓએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર આ ગાડીમાં કેફી પ્રવાહી મંગાવેલ છે જે ગાડી નવાગામથી લીલાપર બાજુ આવવાની છે.
જેેથી લીલાપર ચોકડી ખાતે ગાડીની વોચ રાખતા ગાડી નંબર GJ-13-CC-4756 વાળી આવતા જેમાં કેફી પ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ. ૯,૫૦૦/- તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/ મળી કુલ કિ.રૂ. ૩,૧૪,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપી મનોજભાઇ મોહનભાઇ સાગઠીયા ઉ.વ.૨૩ ધંધો ખેતી રહે ખાટડીગામ, તા.ચોટીલા જિ. સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી તપાસ હાથ ધરતા અન્ય ત્રણ શખ્સો અલીભાઇ મામદભાઇ પલેજા સંધી, ઇમરાન મામદભાઇ પલેજા સંધી (રહે.કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ, મોરબી) અને ભરતભાઇ શાંતુ ભાઇ ધાધલ કાઠી રહે. ખાટડી તા. ચોટીલા જિ. સુરેન્દ્રનગર વાળાના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ધારા તળે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.