મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત,એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોડ રીજેન્ટા હોટેલથી આગળ સર્વિસ રોડ ઉપર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ મુચીરામ રામુ સાંડીલ (ઉ.વ ૧૯)હાલ રહે. માટેલ રોડ અમરાધામ મંદિરની બાજુમાં વાઇટ પલ નામના માટીના કારખાનામાં તા. વાંકાનેર જી મોરબી. મુળ રહેવાસી ઝારખંડ વાળાએ આરોપી સ્પેલેન્ડર મોટર સાયકલ રજી નં GJ-13-AS 2582 નો ચાલક તુરમ રિંગો કોડા (ઉ.વ ૨૭) હાલ રહે માટેલ રોડ અમરાધામ મંદિરની બાજુમાં વાઇટ પલ નામના માટીના કારખાનામાં તા વાંકાનેર જી મોરબી હાલ રહે ઝારખંડ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી પોતાના હવાલા વાળુ સ્પેલેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં- GJ 13-AS-2582 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સર્વીસ રોડ ઉપર બંધ પડેલ ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાડી દઇ પોતે પોતાના શરીરે ગંભીર ઇજા પહોંચાડી અને ફરીયાદીને શરીરે મુંઢ ઇજા પહોંચાડી હતી. તેમજ ચાલુ સારવાર દરમ્યાન તુરમ રિંગ કોડાનુ તા.૦૩/૧૧/૨૦૨૨ ના રોજ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.